૧ર સાયન્સના પરિણામો સાથે સાહિત્યનું તાલુકા કક્ષાએ તા. ર૮ મે ના થશે વિતરણ

ખંભાળિયા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિમાં લોકડાઉન છે જ્યારે તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામો તથા સાહિત્ય વિતરણ માટે દ્વારકા જિલ્લામાં તાલુકા સ્થળે ગોઠવણી થઈ છે.

જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા એજ્યુ. ઈન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતાએ જણાવેલ  કે તા. ર૮-પ-ર૦ર૦ ના પરિણામો સાહિત્ય વિતરણ થશે જેમાં ભાણવડમાં વી.એમ. ઘેલાણી સરકારી માધ્યમિક શાળામાંથી જી.વી. કાનાણી પાસેથી, કલ્યાણપુર તાલુકામાં ભાટિયામાં આર.એસ. કંડોરિયા શાળામાં કે.વી. મારવાણિયા પાસેથી, દ્વારકામાં વિદ્યાવિહાર શાળામાં કે.ડી. ગોકાણી પાસેથી ખંભાળિયામાં જિ.શિ. કચેરી ખંભાળિયામાં એસ.એસ. રાઠોડ પાસેથી મેળવી લેવાનું રહેશે. કોઈએ જિલ્લા કચેરીએ અન્ય તાલુકાઓમાંથી આવવાનું નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit