Advertisement

લાલપુરના ખટીયાના મહિલા વૃદ્ધાએ અકળ કારણે ઓઢી અગનપછેડી

જામનગર તા. ૨૫ઃ લાલપુરના ખટીયા (બેરાજા) ગામમાં રહેતા એક સુથાર વૃદ્ધાએ મંગળવારે કોઈ અગમ્ય કારણથી અગનપછેડી ઓઢી લીધી છે. આ મહિલાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મહિલાના દેરાણીનું નિવેદન લીધું છે.

લાલપુર તાલુકાના ખટીયા (બેરાજા) ગામમાં રહેતા જ્યોત્સનાબેન પ્રવીણભાઈ બકરાણીયા (ઉ.વ.૬૦) નામના સુથાર વૃદ્ધાએ મંગળવારે બપોરે પોતાના ઘરમાં બારણું અંદરથી બંધ કરી દઈ શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી અગનપછેડી ઓઢી હતી. આ મહિલાએ પાડેલી ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા.

આ મહિલાને વધુ સળગતા બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને તે પછી ૧૦૮ મારફતે જ્યોત્સનાબેનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી. જી. હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ મગનભાઈ ચનિયારાએ સાથે આવેલા દેરાણી રેખાબેન ઉમેશભાઈ બકરાણીયાનું નિવેદન નોંધ્યું છે.

અગ્નિસ્નાન કરનાર જ્યોત્સનાબેનના પતિ પ્રવીણભાઈ સુરદાસ છે અને તેઓ ખટીયામાં ફ્લોરમીલ ચલાવે છે અને રેખાબેનના પતિ ઉમેશભાઈ પણ સુરદાસ છે. તે દરમિયાન મંગળવારે બપોરે જેઠાણી જ્યોત્સનાબેને કોઈ અગમ્ય કારણથી અગ્નિસ્નાન કર્યું છે. લાલપુર પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit