Advertisement

ચેતજો... કોરોના હજુ મોજુદ... પાંચ રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધે છે!

કેરળમાં કોરોનાનો કહેર સૌથી વધુઃ

 નવી દિલ્હી તા. ર૪ઃ દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી સંક્રમણ વધી રહ્યું હોવાથી લોકોએ પણ વધુ સાવચેત રહેવા જેવું છે, તેવો અભિપ્રાય તજજ્ઞો તથા સરકારી તંત્રો વ્યક્ત કરી રહ્યા છે. કોરોના સંક્રમણની સરેરાશ રફ્તાર ભલે દેશમાં ઓછી થઈ હોય, પરંતુ છેલ્લા ર૪ કલાકમાં ૩૯,૦૯૭ નવા કોવિડ કેસ સામે આવ્યા છે, તો રાજ્યોમાં હજુ પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. કેરળમાં ર૪ કલાકની અંદર ૧૭,પ૧૮ કેસ સામે આવ્યા છે, તો મહારાષ્ટ્રમાં કુલ ૬૭પ૩ કોવિડ કેસ નોંધાયા છે. કેટલાક રાજ્યોમાં ફરીથી વધી રહેલું સંક્રમણ ચિંતાજનક છે, તેથી સરકારી તંત્રો તથા તજજ્ઞો લોકોને વધુ સાવચેત કરી રહ્યા છે.

તમિલનાડુમાં કોવિડ-૧૯ ના ૧૮૩૦ કેસ સામે આવ્યા છે, તો આંધ્રપ્રદેશમાં ૧૭૪૭ લોકો કોવિડ સંક્રમિત થયા છે. ૭૬.૧૩ ટકા કેસ આ પ રાજ્યોમાં સામે આવી રહ્યા છે. કેરળમાં સૌથી વધુ ૪૪.૮૧ ટકા કેસ છે, તો પ૪૬ કોરોના સંક્રમિત દર્દીઓના મોત છેલ્લા ર૪ કલાકમાં થયા છે. કોવિડ સંક્રમણના લીધે સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬૭ દર્દીઓના મોત થયા છે, તો કેરળમાં કુલ ૧૩ર દર્દીઓના ર૪ કલાકમાં મોત થયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩પ ટકા સુધી પહોંચી ગયો છે. ર૪ કલાકમાં કોવિડ-૧૯ થી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૩પ,૦૮૭ છે, તો અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૦પ,૦૩,૧૬૬ દર્દી સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા ૪,૦૮,૯૭૭ છે. એક્ટિવ કેસોના આંકડા ૩૪૬૪ નવા કેસનો વધારો થયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit