Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના દરિયામાં ઝાળ ખેંચી રહેલા વૃદ્ધ માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

સારવાર મળે તે પહેલાં મૃત્યુ નિપજ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ઓખાના દરિયાકાંઠેથી માછીમારી માટે રવાના થયેલી એક બોટમાં સોમવારે સાંજે મૂળ ગિર સોમનાથ જિલ્લાના એક માછીમાર ઝાળ ખેંચી રહ્યા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના બાબુભાઈ નારણભાઈ બાંભણીયા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ દક્ષરાજ નામની બોટમાં ગયા સોમવારે માછીમારી માટે દરિયામાં ગયા હતા.

તેઓ જ્યારે ઓખાના દરિયાકાંઠાથી ૮૦ નોટીકલ માઈલ દૂર બોટની કેબીન પાછળ ઉભા રહી દરિયામાં નાખેલી ઝાળ ખેંચતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આ વૃદ્ધને સારવાર માટે ખસેડવાની તજવીજના ભાગરૂપે બોટ કાંઠે લાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. તે પહેલાં બાબુભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ભીમાભાઈ રણછોડભાઈ મજીઠીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh