| | |

ખંભાળિયામાં સફાઈની નબળી કામગીરી અંગે નગરપાલિકાને આરોગ્ય વિભાગની નોટીસ

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયા નગરપાલિકાને સફાઈ બાબતમાં નબળી કામગીરી અંગે આરોગ્ય વિભાગે વધુ એક વખત નોટીસ આપી છે. અગાઉ સૂચના અને નોટીસ આપવા છતાં કોઈ નક્કર પગલાં નહીં લેવાતા જિલ્લા આરોગ્ય વિભાગના વડા ડો. પટેલે નોટીસ ઈશ્યુ કરી છે.

ખંભાળિયા શહેર તથા જિલ્લામાં ડેન્ગ્યૂના વધુ દસ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના પણ કેટલાક કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા એમ.પી.ડબલ્યુ.ની મદદથી જ્યાં પાણી ભરાયેલા છે તે વિસ્તારોમાં પાણી પર બળેલું ઓઈલ નાખવામાં આવ્યું છે. ઉપરાંત શહેરની બે ખાનગી નર્સીંગ કોલેજના છાત્રોની મદદથી ઘેર ઘેર જઈને જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

પૂર્વ પ્રમુખની રજૂઆત

ખંભાળિયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણીએ કચરાનો નિયમિત નિકાલ કરવા, ફોંગીંગ મશીન દ્વારા ફોંગીંગ કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવા, રાત્રિ સફાઈ ઝુંબેશ કરવા, પાણી ભરાયેલા ખાડા સાફ કરવા રજૂઆત કરી છે. જો તંત્ર દ્વારા સઘન કાર્યવાહી નહીં થાય તો રોગચાળાની સ્થિતિ વધુ વ્યાપક અને ગંભીર બનશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit