આઈટીઆઈમાં પ્રવેશ માટે માર્ગદર્શક વેબિનાર

જામનગર તા. ૧ઃ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા હાલના સમયમાં આઈ.ટી.આઈ.માં એડમીશન પ્રક્રીયા શરુ થઈ ગયેલ છે. કોરોના મહામારીની પરિસ્થિતિ જોતા જામનગર જિલ્લાના ધોરણ ૯, ૧૦ અને ૧૨ પાસ કરેલા ઉમેદવારો ભાઈઓ-બહેનો જે આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય તેમના માટે આઈ.ટી.આઈ.માં કયા પ્રકારે પ્રવેશ મેળવી શકાય તથા તેના માટે કઈ રીતે ફોર્મ ભરવું, કેટલા અને કયાં પ્રકારના કોર્ષ થાય છે તથા આઈ.ટી.આઈ. થકી રોજગારીની કેટલી અને કેવી તકો રહેલી છે, આ પ્રકારના અનેક મૂંઝવતા પ્રશ્નો વિશે ગુગલ મીટના માધ્યમ દ્વારા એક ઓનલાઈન માર્ગદર્શન વેબિનારનું તા.૫-૮-૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે આયોજન થશે.

જેમાં જામનગર જિલ્લાના ધોરણ ૯, ૧૦ અને ૧૨ પાસ કરેલા ઉમેદવારો ભાઈઓ-બહેનો ઘરે બેઠા ગુગલ મીટ દ્વારા જોડાઈ શકશે. આ ઓનલાઈન સેમિનારમાં ભાગ લેવા જિલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ ઓનલાઈન સેમીનારમાં જોડાવા માટે ગુગલ ફોર્મ રજીસ્ટ્રેશનની લીંક તથા ગુગલ મીટની લીંકની માહિતી ીદ્બૅર્ઙ્મઅદ્બીહંર્કકૈષ્ઠીદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ  ફેસબુક પેઝ પર મુકવામાં આવશે અને ગુગલ ફોર્મ દ્વારા જેટલા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરશે એમને ઈ-મેઈલ કરવામાં આવશે તથા સોશિયલ મીડિયા દ્વારા પણ તેમને જાણ કરવામાં આવશે. જામનગર જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારોને આ વેબિનારનો લાભ લેવા જણાવવામાં આવે છે. ઉપરોકત માહિતી રોજગાર કચેરીમાં ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા તથા રોજગાર અધિકારી સરોજબેન સાંડપા દ્વારા એક યાદીમાં જણાવાયું છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit