જામનગર તા. ૩ઃ અગ્રણી સુસંકલિત ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી જામનગરમાં તા. ૮ મી ડિસેમ્બર, ર૦૧૯ ના રવિવારે યોજાનારી જામનગર નેવી હાફ મેરેથોન માટે શિર્ષક પ્રાયોજક તરીકે આઈ.એન.એસ. વાલસુરા સાથે જોડાય છે. આ દોડમાં હાફ મેરેથોન, ૧૦ કિ.મી., પ કિ.મી. અને ફન રન એમ ચાર પ્રકારની કક્ષાનો સમાવેશ થાય છે. નયારા એનર્જી સ્થાનિક લોકોની સાથે આરોગ્ય સ્વચ્છતા, શિક્ષણ અને પર્યાવરણ જેવા સુસંગતતાના ક્ષેત્રોમાં જોડાયેલી છે. જામનગર એ નયારા એનર્જીના અસ્તિત્વના કેન્દ્રસમાનછે. તેને ધ્યાને લઈ જામનગર નેવી હાફ મેરેથોન કંપની માટે સ્થાનિક લોકો તેમજ નૌકાદળની સાથે સંલગ્ન રહેવાની એક શ્રેષ્ઠ તક છે. નૌકાદળ આ વિસ્તારના સમુદ્ર કાંઠાની સુરક્ષા કરવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરી રહ્યું છે. 'નયારા એનર્જી જામનગર નેવી હાફ મેરેથોન'માં ભાગ લેવા માટે અહીં આપેલી લીંક પર થઈ ઓનલાઈન નામની નોંધણી કરાવો.