સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિત જિલ્લા તાલુકાના ભાજપના આગેવાનોએ ભાજપને વિજયી બનાવવા અપીલ કરીઃ કોંગ્રેસની નીતિ રીતિની આકરી ઝાટકણી
ભાટીયા તા. ૨૩ઃ ભાટીયામાં કેન્દ્રના મંત્રી અને ભાજપના તેજાબી નેતા પુરૃષોત્તમ રૃપાલાની જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ભાટીયા ઉપરાંત આજુબાજુના ગામડાના લોકો તેમજ તાલુકા-જિલ્લા પંચાયતની સીટોના ઉમેદવારો ટેકેદારો વિશાળ સંખ્યામાં ઉમટી પડતા જાહેર સભા ચોકમાં માનવ કીડીયારૃ ઉભરાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી. દૂરદૂર સુધી લોકોએ ઊભા રહી અને જાહેર સભાને અને રૃપાલાને સાંભળ્યા હતા. રૃપાલા-પૂનમબેન-પબુભા વગેરેએ દીપ પ્રાગટ્ય વિધિ કરી સભા શરૃ કરાવી હતી.
જાહેર સભામાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), સતવારા સમાજના અગ્રણી ડી.એલ.પરમાર વગેરેએ ભાજપ દ્વારા કરાયેલા વિવિધ વિકાસ કામોની લોકોને જાણકારી આપી અને વિકાસને વરેલા ભાજપના જિલ્લા - તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતિથી ચૂટી કાઢવા હાકલ કરી હતી.
કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૃપાલાએ કોંગ્રેસ પક્ષની પ૦ વર્ષની કામગીરી સામે ભાજપ પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યાના મુદ્દા રજૂ કર્યા હતાં.
૧૦૮ એમ્બ્યુલન્સ, નર્મદા જળ, રોડ-રસ્તા, પંચાયતોમાં લાખો - કરોડો રૃપિયાની ગ્રાન્ટો, વીજળી, સિંચાઈ અને કોરોના માટેની વેકસીન જેવા અનેક વિકાસ કામો ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પોતાની રમુજી સ્ટાઈલમાં કોંગ્રેસ પર ચાબખા મારી પોણો કલાક સુધી ચાલેલા ભાષણમાં અનેક વાતોથી લોકોને હસાવીને મોજ કરાવી હતી. કલ્યાણપુર તાલુકાની તમામ જિલ્લા-તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢવા લોકોને આહ્વાન કર્યુ હતું.
જિલ્લા પંચાયત સીટોના ઉમેદવારો ભાટિયાના વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરા, ભોગાતના જસુબેન વિજયભાઈ ચાવડા, કલ્યાણપુરના પૂનમબેન નથુભાઈ બેલા, લાંબાના રણમલભાઈ લખુભાઈ માડમ, નંદાણાના લાભુબેન જગાભાઈ ચાવડા, રાણના મોહનભાઈ નાથાભાઈ સોનગરા, ધતુરીયાના ખીમાભાઈ ભીમાભાઈ ભોચીયા વિગેરે જિલ્લા - તાલુકા પંચાયતના ઉમેદવારો ઉપસ્થિત રહી રૃપાલાનું સન્માન ઉપરાંત ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના મુળુભાઈ બેરા, સહદેવસિંહ પબુભા માણેક, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વિક્રમભાઈ બેલા અને જિલ્લા તાલુકાના સંગઠનના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાટિયામાં કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલાનું સતવારા સમાજ દ્વારા કરાયું અદકેરૃં સ્વાગત
ભાટિયામાં જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચારાર્થે યોજાયેલી જંગી જાહેરસભામાં ઉપસ્થિત થયેલા કેન્દ્રીય મંત્રી તથા ભાજપના તેજાબી વક્તા પુરૃષોત્તમ રૃપાલાનું ભાટિયા જિ.પં. બેઠકના ઉત્સાહી - યુવા ઉમેદવાર વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરાએ સમાજ વતી સાફો પહેરાવી તલવારની ભેટ આપીને અદકેરૃં સન્માન-સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સતવારા સમાજના વડીલ ડી.એલ. પરમાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.