જામનગર જિલ્લાના ૩૪ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

જામનગર તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા હદ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા પછી તેનો સમય મુદ્દત પૂર્વે થતા આવા ૩૪ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જે અંગે જિલ્લા મેજી. દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેર ઉપરાંત પડાણા, સચાણા, જામજોધપુર, જીઆઈડીસી, સિક્કા, મોટી રાફુદળ, મોરકંડા રોડ વિગેરે ગામ અને શહેરના વિસ્તારનો સમાવેશ થાય છે. આમ જિલ્લાના કુલ ૩૪ વિસ્તારોનો કન્ટેન્ટમેન્ટ સમયગાળો પૂર્ણ થતા તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit