ઉદ્યોગ ગૃહોના કર્મચારીઓ માટે કંપનીના વાહનોની અવરજવરને પણ છૂટ

દ્વારકા તા. ર૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ઉદ્યોગોને સરકાર દ્વારા ચાલુ રાખવાની છૂટ આપવામં આવી છે. જેથી આ ઉદ્યોગો ચાલુ છે. તેમના કર્મચારીઓને જવા-આવવા તથા વાહનોને પણ લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલકે, નયારા એનર્જી, એસ્સાર પાવર, ટાટા કેમિકલ્સ તથા ઘડી ડીટર્જન્ટ આ ચાર કંપનીઓ હાલ ચાલુ છે. તેમને મંજૂરી પણ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી છે. જો કે, કંપનીઓ ચાલુ રહેવાને કારણે તેના સ્ટાફને ખંભાળીયા-જામનગરથી કંપનીમાં આવવાનું થતું હોય ત્યારે પરેશાની થાય છે. જેમાંથી અનેક અધિકારીઓ દ્વારા ઘરેથી કામ કરવાનું પણ શરૃ કરવામાં આવ્યું છે.

close
Nobat Subscription