Advertisement

ખીજડીયા બાયપાસ પાસે બે ટ્રકની ભીષણ ટક્કરઃ બે યુવાનના મૃત્યુ

મૃતકોની ઓળખ મેળવવા પોલીસની તપાસઃ

જામનગર તા. ૨૯ઃ જામનગર નજીકના ખીજડિયા બાયપાસ પાસે વ્હેલી સવારે બે ટ્રક ટકરાઈ પડયા હતાં. બન્ને વાહનના મોરા એકબીજામાં ઘૂસી ગયા હતાં. દોડી આવેલી પોલીસ, ૧૦૮ તથા ફાયરબ્રિગેડની ટૂકડીએ મોરા છૂટા પડાવી બે યુવાનોને બહાર કાઢયા હતા. પરંતુ બન્ને ઈજાગ્રસ્તોના મૃત્યુ નિપજયા હતા. પોલીસે બન્ને મૃતકોના નામ-સરનામા જાણવા તપાસ શરૃ કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસે આજે વહેલી સવારે બે ટ્રક અથડાઈ પડયા હતા. જીજે-૧૦-ટીએકસ-૬૩૦ અને જીજે-૧૦-ઝેડ-૫૩૯૨ નંબરના બન્ને ટ્રક ટકરાયા પછી બન્નેના મોરા એકબીજામાં ઘૂસી ગયા હતાં.

અકસ્માતની જાણ થતાં પોલીસ તથા ફાયરબ્રિગેડ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. પોલીસે ફાયરના જવાનોની મદદથી બન્ને વાહનોને અલગ કરાવ્યા પછી તેમાં ઘવાયેલા બે યુવાનને બહાર કાઢયા હતાં પરંતુ તે પહેલાં જ બન્નેના મૃત્યુ નિપજયા હોવાનું બહાર આવ્યું છે.

અકસ્માતમાં સંભવિત રીતે બન્ને ટ્રકના ચાલકો જ મોતને શરણ થયા છે. બન્ને યુવાનોના માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. બન્ને મૃતદેહોને પોલીસે પીએમ માટે મોકલી આપ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit