માર્કેટ સ્કેન

નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૩૮૦૬૭.૯૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૪૧૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૪૧૦.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૯૮.૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૬.૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૬૦૮.૬૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૫૬.૮૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૩૫૬.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૪૪.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૬૧.૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૫.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૯૨.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખ પદ માટેની આવી રહેલી ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પ્રતિસ્પર્ધિ જોઈ બિદેન વચ્ચે યોજાયેલી પ્રથમ ડિબેટ સાથે સાથે અમેરિકી શેરબજારોમાં ધોવાણ બાદ તેજી નોંધાતા વિશ્વના અન્ય બજારોમાં પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં આજે ફંડો દ્વારા ઈન્ડેક્સ બેઝડ તેજી કરી હતી. કોરોના કાળને લઈ વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસીની મિટિંગ પણ પાછી ઠેલવાની ફરજ પડતાં અને ભારતની આર્થિક હાલત પણ રોજ બરોજ કથળી રહી છે અને નવા સ્ટીમ્યુલસ પગલાં અનિવાર્ય બની જતાં કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર  આગામી કેટલાક દિવસોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજારમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. કોમોડીટી સેક્ટર સંદર્ભે સમાપ્ત થયેલો સપ્ટેમ્બર માસમાં ગોલ્ડના વૈશ્વિક રોકાણકારો માટે વળતરની દૃષ્ટિએ નેગેટિવ રહ્યો હતો જ્યારે ડોલર ઈન્ડેકસમાં વૃદ્ધિ જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં સાધારણ વધઘટ જોવા મળી હતી. કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જ્યારે ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૨૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જીશ્ઁ ૫૦૦ ૦.૮૩% અને નેસ્ડેક ૦.૭૪% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરલમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૭૬ અને વધનારની સંખ્યા ૧૩૭૮ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

છઝ્રઝ્ર લિ. ( ૧૪૦૨ ) ઃ- સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ઇન્ડીગો ( ૧૨૬૧ ) ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૪ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

એચડીએફસી બેન્ક (૧૦૯૦)ઃ- રૂ.૧૦૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૬૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

ટેક મહિન્દ્રા ( ૮૦૧ ) ઃ- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ થી રૂ.૮૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

સન ફાર્મા (૫૦૪)ઃ- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૩ થી રૂ.૫૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં થઈ રહેલી ઢીલથી બેન્કોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ધિરાણ કઈ રીતે વધારવું તથા બેડ લોન્સને કઈ રીતે હાથ ધરવી તે અંગે બેન્કરો મુંઝવણ અનુભવી રહ્યા છે. એમપીસીના બહારી સભ્યોની નિમણૂક અટકી પડતા રિઝર્વ બેન્કે સમીક્ષા બેઠક જે ૨૯ સપ્ટેમ્બરથી મળવાની હતી તે હાલમાં મોકૂફ રખાઈ છે. બેન્કરો પોતાના લોન્સના તથા થાપણ દર સામાન્ય રીતે રિઝર્વ બેન્કની સમીક્ષાને આધારે નિશ્ચિત કરતા હોય છે. રિઝર્વ બેન્ક તેની નાણાં નીતિમાં લિક્વિડિટી તથા વ્યાજ દરો માટેનું આઉટલુક દર્શાવતી હોય છે. રિઝર્વ બેન્કની ઓકટોબરની બેઠક મહત્ત્વની ગણવામાં આવે છે કારણ કે, તેમાં વર્ષના બાકીના ૬ મહિના માટે બેન્કિગ વેપારનું ચિત્ર સ્પષ્ટ થાય છે. લોન્સ મોરિટોરિઅમ ઉપરાંત લોન્સના રિસ્ટ્રકચરિંગ સંદર્ભમાં બેન્કોની શું સ્થિતિ રહી છે તેના પર પણ એમપીસીની બેઠકમાં ચિત્ર જોવા મળવાની બેન્કરોને અપેક્ષા છે. કોરોનાની મહામારી વચ્ચે દેશના અર્થતંત્રને ગતિ આપવા રિઝર્વ બેન્કે ભરપૂર માત્રામાં લિક્વિડિટી પૂરી પાડી છે આમ છતાં બેન્કો ધિરાણ પૂરા પાડવામાં ધીમી ગતિએ આગળ વધી રહી છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh
close
PPE Kit