ભાણવડના જશાપરમાં પાળો તોડી નાખવાના પ્રશ્ને પરિવાર પર હુમલો

જામનગર તા. ૨૩ઃ ભાણવડના જશાપર ગામમાં ખેતરના શેઢે બનાવેલા પાળાના પશ્ને એક ખેડૂત તથા તેમના પત્ની પુત્ર પર અગિયાર શખ્સોએ હુમલો કરતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામમાં રહેતા અને સીમમાં વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા વીરાભાઈ અરસીભાઈ બંધીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ ગયા બુધવારે પોતાના ખેતરમાં જમીનનું ધોવાણ ન થાય તે માટે માટી પાથરી પાળો બનાવતા હતાં ત્યારે ત્યાં ધસી આવેલા અગિયાર શખ્સોએ તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો.

આ ખેડૂતે કરેલો પાળો શેઢા પાડોશી જગાભાઈ કરણાભાઈ કરંગીયાને ખટકતો હતો. તેઓએ જેસીબીથી વીરાભાઈના ખેતરના પાળાને ખોદ્યો હતોે. તેમ કરવાની ના પડાતા હુમલો થયો હતો. જગાભાઈ સહિત હમીર રાજસી, લખમણ આલા, પબા જેઠા, મેરામણ મુળુભાઈ, લાહાભાઈ અરજણભાઈ, હમીર સેવાભાઈ જેઠવા, પ્રવિણ હમીરભાઈ સાંજવા, હમીર સાજણભાઈ, કનુ જેઠાભાઈ તથા જેસીબીના ડ્રાયવરે માર મારી વચ્ચે પડનાર પુત્ર ગોવિંદભાઈ અને પત્ની ડાહીબેન વીરાભાઈને પણ ધોકાવ્યા હતાં. તેની વીરાભાઈએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit