ભાટિયાઃ વિવિધ સંસ્થાઓ દ્વારા જાગૃતિ પત્રિકા-માસ્કનું વિતરણ

ભાટિયા તા. ૧૬ઃ ભાટિયા તથા અન્ય આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય, કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા શાંતિવન સ્મશાન ગૃહના કાર્યાલયમાં દરેક સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી.

આ મિટિંગમાં નક્કી થયા મુજબ સ્કેબલ કંપનીના આર્થિક સહયોગથી ભાટિયાની તમામ દુકાનોમાં તેમજ ગ્રામ્યના ર૧ વોર્ડમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ સરપંચની આગેવાની હેઠળ કરાયું હતું. આ ઉપરાંત મુખ્ય બજારમાં લોકોને વિનામૂલ્યે માસ્કનું તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ભાટિયા ગ્રામ પંચાયત, ઓ.પી. પોલીસ સ્ટેશન, આરોગ્ય વિભાગ, વેપારી એસોસિએશન, નાગરિક સમિતિના સભ્યો જોડાયા હતાં. આ પંથકના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા, મામલતદાર પરમાર, પીએસઆઈ ફરીદાબેન ગગનિયા, આરોગ્ય વિભાગના પિયુષભાઈ, સરપંચના પ્રતિનિધિ ખીમાભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ સોનગરા, ડી.એસ. પરમાર, નિલેષભાઈ કાનાણી, હમીરભાઈ ગોરિયા, વસંતભાઈ, હિતેષભાઈ ભોગાયતા, જુસબભાઈ ખીરા, રામભાઈ ગઢવી, પૂર્વ સરપંચ નુંધાભાઈ, કિશોર ચેરી. ટ્રસ્ટના કિશોરભાઈ દત્તાણી, કેળવણી મંડળના નારણદાસ કાનાણી, મનોજભાઈ દાવડા, જગાભાઈ ચાવડા વિગેરે અગ્રણીઓ જોડાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit