પુલવામા હુમલાની વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિઃ દેશભરમાં વિવિધ કાર્યક્રમો

નવી દિલ્હી તા. ૧૪ઃ આજે પુલવામાં હુમલાની વરસી હોવાથી શહીદોને શ્રદ્ધાંજલિના વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ સમગ્ર દેશ આજે શહીદ જવાનોને યાદ કરે છે. આજે શ્રીનગરના પુલવામામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ગયા વર્ષે પુલવામામાં હુમલા જીવ ગુમાવનાર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. જો કે, આ દરમિયાન કોંગ્રેસ નેતા રહુલ ગાંધીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે-સાથે મોદી સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સવાલ પૂછ્યા છે કે, હજી સુધી આ હુમલાની તપાસ ક્યાં પહોંચી છે...? આ હુમલાથી કોને ફાયદો થયો છે...?

પુલવામામાં આતંકી હુમલાની વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ગયાવર્ષે પુલવામામાં હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. તેઓ અસાધારણ વ્યક્તિ હતા. તેમણે આપણાં દેશની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરીને પુલવામામાં હુમલા વિશે ત્રણ સવાલ પૂછ્યા છે. કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે, આજે આપણે પુલવામામાં હુમલાના ૪૦ શહીદોને યાદ કરી રહ્યાં છીએ, ત્યારે આપણે સરકારને પૂછવું જોઈએ કે,  પુલવામામાં આતંકી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો...? પુલવામામાં આતંકી હુમલાની તપાસનો નિષ્કર્ષ શું આવ્યો...? સુરક્ષામાં ખામી માટે મોદી સરકાર કોને જવાબદાર માને છે...?

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગયા વર્ષે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાની આજે પ્રથમ વરસી છે. પ્રથમ વરસી પર શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનોને દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમના સાહસની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જમ્મુથી ૭૮ વાહનોમાં આશરે ૨૫૦૦ જવાનોને લઇને સીઆરપીએફના વાહનોનો કાફલો વહેલી પરોઢે સત્રણ વાગ્યા કાશ્મીર રવાનો થયો હતો. તમામ બાબતો યોગ્ય રીતે ચાલી રહી હતી. પરંતુ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વાહનોની ગતિ એકાએક ધીમી થઇ ગઇ હતી. ત્યારે જ કાફલામાં એક કાર ઘુસી ગઇ હતી. ત્યારબાદ જે થયુ તેના કારણે જમ્મુ કાશ્મીરના નક્કાને બદલી દેવામાં ભૂમિકા અદા કરી હતી. જમ્મુ કાશ્મીરના રાજમાર્ગ સંખ્યા ૪૪  પર આશરે અડધા મીટર કદમાં હુમલાના કારણે જે ખાડા થઇ ગયા હતા તે હજુ ભરાયા નથી. લેથપોરાની પાસે આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ત્રાસવાદીઓની આ કાયરતાપૂર્વકની હરકતને યાદ કરીને આજે પણ જવાનો લાલઘુમ થઇ જાય છે. સાથે સાથે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવાની ઇચ્છા મજબુત થઇ જાય છે. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. આદિલ અહેમદ દાર નામના આતંકવાદીએ સીઆરપીએફ કાફલા ઉપર હુમલા માટેની જવાબદારી સ્વીકારી  હતી અને કાવતરુ પણ રચ્યું હતું. સીઆરપીએફની ૫૪મી બટાલિયનના જવાનો પર આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતાં. પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૩૫ જવાનો હતા. બીજી બાજુ હુમલાખોર આદિલ ૨૦૧૮માં જૈશમાં સામેલ થયો હતો. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૫૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૮ વાહનો હતા. આમાંથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો. પુલવામા હુમલા બાદ ભારતે તેના   દિવસોના ગાળામા ંજ જોરદાર હવાઇ હુમલા પાકિસ્તાનમાં કર્યા હતા અને સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાની ત્રાસવાદીઓમાં ભારતના હવાઇ હુમલાથી ફફડાટ મચી ગયો હતો. ભારતે જોરદાર રીતે બદલો લઇ લીધો હતો.

close
Nobat Subscription