Advertisement

દ્વારકાની ૧૪ વર્ષીય સગીરા લાપત્તા બનતા અપહરણની નોંધાવાઈ ફરિયાદ

જામનગર તા. ૨૪ઃ દ્વારકાના એક પરિવારની સવા ચૌદ વર્ષની વયની પુત્રી પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બનતા અને એક શખ્સના પણ સગડ નહીં મળતા તરૃણીના પિતાએ આ શખ્સે જ પોતાની પુત્રીનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકાના એક વિસ્તારમાં વસવાટ કરતાં પરિવારની ચૌદ વર્ષ અને ચાર મહિનાની વયની પુત્રી ગુરૃવારે સવારે પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેણીના પિતા સહિતના પરિવારે પુત્રીની શોધખોળ શરૃ કરી હતી.

સંભવિત તમામ સગા-સંબંધીઓ તેમજ અન્ય સ્થળે આ તરૃણીની ભાળ મેળવવા પ્રયત્ન કરાયા પછી પણ તેણીનો પત્તો નહીં લાગતાં અને ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં દ્વારકામાં રહેતો શિવમ્ અવસ્થી નામનો શખ્સ પણ ગુમ હોવાનું જણાઈ આવતાં તેણીના પિતાએ આ શખ્સે જ પોતાની પુત્રીનું અપહરણ કર્યાની દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુન્હાની નોંધ કરી તપાસ આદરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit