Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પંથકમાં મીઠાના ક્યારામાંથી પોણા લાખની કિંમતના કેબલ ચોરી જતાં તસ્કરો

ઓખામઢીથી ચરકલા સુધીના વિસ્તારનો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દ્વારકાના ઓખામઢીથી ચરકલા સુધીના વિસ્તારમાં મીઠાના ક્યારામાંથી રૂ।.પોણા લાખથી વધુની કિંમતના વાયરની ચોરી થવા પામી છે. જે અંગે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

દ્વારકા નજીકના ઓખામઢીથી ચરકલા સુધીના મીઠાના ક્યારામાંથી ગત તા.૨૮-૯-ર૬થી તા.૩૦-૯-ર૬ની સાંજ સુધીમાં કોઈ તસ્કરો અલગ અલગ બોરમાંથી રૂ।.૪ હજારની કિંમતનો ૪૦ મીટર સબ મર્શીબલ મોટરનો પાવર સર્વિસ કેબલ તથા રૂ।.૭ર હજારની કિંમતના આશરે ૬૦ કિલો વજનના અર્થિંગ કેબલ મળીને કુલ રૂ।.૭૬ હજારની કિંમતના વાયરની ચોરી કરી લઈ ગયા હતા.

આ બનાવ અંગે મંથનભાઈ ચંદુલાલ જોષી દ્વારા અજાણ્યા તસ્કરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવ અંગે એએસઆઈ ડી.જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh