Advertisement

લાખોના ખર્ચે નંખાતી પાઈપલાઈનો વારંવાર બગડે જ કેમ?ઃ ધરબાયેલું કૌભાંડ બહાર લાવો

જામનગરના નવા કમિશનર ઊંડા ઉતરે તો જ સત્ય પ્રગટે!

જામનગર તા. ર૦ઃ જામનગર મહાનગર-પાલિકાની વોટર વર્કસ શાખાના અમુક ખર્ચાઓ શંકાસ્પદ છે. જો તેની કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે તો કૌભાંડ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.

ભૂતિયા કનેક્શનોનો પ૦૦ રૃપિયાનો ચાર્જ લઈ રેગ્યુલાઈઝ કરવાની સ્કિમ અમલમાં છે, પરંતુ આ સ્કિમની આડમાં નવા કનેક્શનો આપવામાં આવ્યા છે. હજુ પણ અનેક નળ જોડાણો ભૂતિયા છે. તેઓ મફતમાં પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા કોઈ ચેકીંગ કરવામાં આવતી નથી, જ્યારે નિયમિત પૈસા ભરનારને પૂરતું પાણી મળતું નથી.

લાખોના ખર્ચે નવી પાઈપલાઈનો નાંખવામાં આવી છે. તેમજ વાલ્વ પણ નાંખવામાં આવે છે. જે અવારનવાર બગડી જતા તેની મરામત માટે પણ મોટો ખર્ચ કરવામાં આવે છે. શા માટે લાઈનો-વાલ્વ બગડી જાય છે, શું તેની ગુણવત્તા તપાસવામાં આવે છે ખરી?

ઈ.એસ.આર. ઉપર માનવ શક્તિના રૃપાળા નામે ઢગલાબંધ સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને તેના તગડા બીલ બનાવાઈ રહ્યા છે. શું હકીકતે આટલો સ્ટાફ ત્યાં કામ કરે છે? તેની પણ તપાસ જરૃરી છે.

જામનગરના નવનિયુક્ત કમિશનર જો વોટર વર્કસ શાખામાં ધયાન આપે તો જમીન નીચે પાઈપલાઈન સામે ધરબાયેલ કૌભાંડ પણ બહાર આવી શકે છે. તેમાં કોઈ શંકા નથી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit