રાજકોટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પરંપરાગત સ્વાગત

ભારતના પ્રવાસે આવેલ ઓસ્ટ્રેલિયાની સાથે ત્રણ વનડે મેચની શ્રેણીનો બીજો વનડે મેચ પરમ દિવસે તા. ૧૭મી જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર છે. પ્રથમ વનડે માં મુંબઈમાં પરાજીત થયેલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે મુંબઈથી રાજકોટ વિમાન માર્ગે આવી પહોંચતા એરપોર્ટ પર તથા હોટલ ઈમ્પીરીયલમાં તેમનું કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ખેલાડીઓ આરામ કરશે. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ તથા આખો દિવસ પ્રેક્ટીસ કરશે.

close
Ank Bandh
close
PPE Kit