ચૌદ વર્ષ પહેલાં હત્યાના આરોપી પર થયો હુમલોઃ ચાર સામે કરાઈ ફરિયાદ

જામનગર તા. ૧૬ઃ કલ્યાણપુરના માળીમાં ચૌદ ર્વ પહેલાં થયેલી એક હત્યાના આરોપી પર હત્યાનો ભોગ બનનાર યુવાનના ભાઈ સહિત ચારે હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

કલ્યાણપુર તાલુકાના માળી ગામમાં આવેલી વગડીયા સીમમાં વસવાટ કરતા રામદેભાઈ ખીમાણંદ જામ નામના ગઢવી યુવાન રવિવારે પોતાની વાડી તરફ જવા માટે મોટરસાયકમાં નીકળ્યા હતાં. તેઓને માર્ગમાં રાણાભાઈ દેવાભાઈ જામ, નારૃભાઈ દેવાભાઈ, દેરાજભાઈ ગુસાભાઈ જામ અને ભાયા ગુસાભાઈએ રોકી લીધા હતાં. આ શખ્સોએ અહીંથી નીકળતો નહીં તેમ કહી ગાળો ભાંડી ઝપાઝપી શરૃ કર્યા પછી ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હુમલો કર્યા પછી મોટરમાં પરત ફરેલા રાણા, નારૃ અને દોરાજે લાકડીઓથી બીજી વખત માર મારી ઈજા પહોંચાડી હતી. જેની રામદેભાઈએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ વર્ષ-૨૦૦૬માં રાણા જામના ભાઈ તથા કાકાની હત્યા થઈ હતી. તેનો આક્ષેપ રામદે જામ ઉપર આવ્યો હતો. તેનો ખાર રાખી હુમલો કરાયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Ank Bandh
close
PPE Kit