Advertisement

જામ્યુકો દ્વારા તા.૨૪ ઓક્ટોબરે લાખોટા તળાવના થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

જામનગર તા.૧૩ઃ ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ક્લિન ઈન્ડિયા અન્વયે રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગર-પાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૨૪-૧૦-૨૦૨૧ના સાંજે ૦૭-૦૦ કલાકે લાખોટા તળાવના ઓપન થિયેટરમાં યોજાનાર છે. જેમાં પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવા ઈચ્છતા કલાકારો તેમજ કલા સાંસ્કૃતિક સંસ્થાઓ પોતાની વિગત સાથે અરજી તા.૨૦-૧૦-૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૃમ નં. ૪૨-૪૩, રાજપાર્ક પાસે, જામનગરમાં પહોંચાડવા તેમજ સમયમર્યાદા બાદ અરજી માન્ય ગણાશે નહીં. તેની નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit