Advertisement

દરેડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીના આગોતરા જામીન મંજૂર

જામનગર તા. ૨૧ઃ જામનગર નજીકના દરેડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં ત્રણ આરોપીઓએ આગોતરા જામીન મેળવવા રાજ્યની વડી અદાલતમાં અરજી કરતાં અદાલતે ત્રણેયના આગોતરા જામીન મંંજૂર રાખ્યા છે.

જામનગર નજીકના દરેડમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ થઈ ગયાની તંત્ર સમક્ષ રજૂઆત થયા પછી જિલ્લા પોલીસવડા તથા તત્કાલિન જિલ્લા સમાહર્તાએ સ્થળની મુલાકાત લીધા પછી ત્યાં ખડકાયેલા બાંધકામો નિહાળી તે જગ્યા ખાલી કરી આપવા દબાણકારોને સૂચના આપી હતી. તે પછી દબાણકારો સામે જમીન પચાવી પાડવા સામેના અધિનિયમ-લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હા નોંધવાની શરૃઆત કરાઈ હતી. એકસોથી વધુ આસામીઓ સામે ગુન્હા નોંધાયા હતાં.

તે પછી શરૃ કરાયેલા આરોપીઓની ધરપકડના દોર દરમ્યાન તે જગ્યામાં પાડવામાં આવેલા પ્લોટ પૈકીના કેટલાંક પ્લોટ ખરીદનાર પરબતભાઈ પીઠાભાઈ માડમ, કુંવરબેન કરમુર, મેમુનાબેન ખફીની પણ ધરપકડ માટે ચક્રો ગતિમાન કરતાં આ ત્રણેય આરોપીઓએ પોતાની ધરપકડ ટાળવા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

તે અરજીઓ અન્વયે ત્રણેય તરફથી દલીલ રજૂ કરાઈ હતી કે, તેઓ આ પ્લોટના ખરીદનાર છે, તેઓનો આમાં કોઈ રોલ નથી અને તેઓ ખરી રીતે ભોગ બનનાર છે. હાઈકોર્ટએ અરજદારોની રજૂઆતોને ગ્રાહ્ય રાખી ત્રણેયના આગોતરા જામીન મંજૂર કર્યાં છે. આરોપીઓ તરફથી વકીલ અશોક એચ. જોષી, પ્રેમલ રાચ્છ રોકાયા છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit