Advertisement

ટ્રાન્સજેન્ડરની ઓળખ માટે જાતિના પ્રમાણપત્ર અંગે સૂચના

જામનગર તા. ર૧ઃ જામનગર જિલ્લામાં રહેતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પોતાની ઓળખ - જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે ઓનલાઈન અરજી કરી શકશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સ્વ ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર જામનગરને ભારત સરકારના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન (નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ) માં નિયત કરેલ નમૂનામાં જાતિ અંગેનું ઓળખનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી વેબસાઈટ પર કરી શકે છે. જેમાં અરજદારે પોતાની ઓળખ માટે પુરાવા તરીકે રૃા. પ૦/- નોન-જ્યુડિશ્યલ સ્ટેમ્પ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેવાસદન-૪, રાજપાર્ક પાસે, રાજકોટ રોડ, જામનગર (ફોન નં. ૦ર૮૮-રપ૭૦૩૦૬) પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit