જામજોધપુર પંથકમાં પવનચક્કીના તારના કારણે રાષ્ટ્રીય પક્ષીના મૃત્યુ

જામજોધપુર તા. ૧૪ઃ જામજોધપુર પંથકમાં ખાનગી કંપનીના પવનચક્કી પ્રોજેક્ટના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થઈ રહ્યાં છે.

જામજોધપુરના પાટણ માર્ગે ખાનગી કંપનીના પવનચક્કીના તારના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના ટપોટપ મોત થઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા ચુર ગામની સીમ પંથકમાં સાત મોરના મૃત્યુ થયા હતાં. તો ચારેક દિવસ પહેલા પણ આલેશધામ પંથકમાં તારના કારણે મોરના મૃત્યુ થયા છે. છતાં તંત્ર કોઈ પગલા લેતું નથી. આ મોરના મૃત્યુ બાબતે પોલીસ વિભાગ મામલતદાર કચેરી, વન વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈએ પગલા લીધા નથી.

close
Nobat Subscription