Advertisement

દ્વારકા જિલ્લામાં ગઈકાલે કોરોનાની વધુ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા

ખંભાળિયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોવારે એક દિવસમાં કોરોનાના વધુ ૩૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં, જ્યારે ૧૧ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં સરકારી આંકડા મુજબ કોવિડમાં ૩૩ અને બીન કોવિડમાં ૭૬ ના મૃત્યુ થતા કુલ ૧૦૯ ના મરણ થયા છે.

સ્થાનિક દર્દીને અગ્રતા આપો

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોના દર્દીઓને અગ્રતા આપવા સ્રબાી સમાજના આગેવાન કરસનભાઈ રબારીએ રજૂઆત કરી છે.

હાલ ખંભાળિયાની સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ વગેરે અન્ય જિલ્લામાંથી દર્દીઓ આવીને દાખલ થઈ ગયા છે. પરિણામે જિલ્લાના દર્દીઓને બેડ મળતા નથી અને ના છૂટકે મોટા ખર્ચ કરીને ખાનગીમાં સારવાર લેવી પડે છે. આથી જિલ્લાના દર્દીઓને અગ્રતા આપવા તેમણે માંગણી કરી છે.

ફાયર ચેકીંગ

ખંભાળિયામાં આવેલ છ ડેનીગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ખંભાળિયા ન.પા. તંત્ર દ્વારા પીજીવીસીએલ, હેલ્થ વિભાગ તથા પોલીસ વિભાગને સાથે રાખીને ફાયર વ્યવસ્થા અંગેનું ઓડીટ/ચેકીંગ કરવામાં આવ્યું હતું. જરૃરી સાધનોની પૂર્તતા કરવા તથા ફાયર પ્રિવેન્શન અંગે સૂચના આપવામાં આવી હતી. દર સોમવારે અને ગુરુવારે હોસ્પિટલોમાં ફાયર ઓડીટ કરવામાં આવશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit