જામજોધપુરના પ્રૌઢે ટીકડા ગળી લઈ કરી આત્મહત્યા

જામનગર તા. ૪ઃ જામજોધપુરના એક પ્રૌઢે એકલતા તથા ધુની અને ઉગ્ર સ્વભાવથી સંભવીત રીતે કંટાળી જઈ ઝેરી ટીકડા ગળી લીધા હતાં. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.

જામજોધપુર શહેરના લીમડા ચોક વિસ્તારમાં વસવાટ કરતા શૈલેષભાઈ રવજીભાઈ શાપરીયા નામના ૪૮ વર્ષના પટેલ પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના નાનાભાઈ જયેશ શાપરીયાની સાતવડ ગામની સીમમાં આવેલી વાડીએ ગયા હતાં જ્યાં તેઓએ ઝેરી ટીકડા ગળી લીધા હતાં. સારવાર માટે દવાાખાને ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે.

આ બાબતની જયેશભાઈ શાપરીયાએ પોલીસને જાણ કરી છે. મૃતક શૈલેષભાઈ ધુની અને ઉગ્ર સ્વભાવના હતાં અને લાંબા સમયથી એકલા રહેતા હતાં. તેઓએ કદાચ તેનાથી કંટાળી જઈ ઉપરોક્ત પગલું ભર્યું હોઈ શકે તેવું નિવેદન મૃતકના ભાઈએ પોલીસમાં આપ્યું છે. સીઆરપીસી ૧૭૪ હેઠળ પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit