દ્વારકામાં મોડીરાત્રે મોટરને અકસ્માતઃ ઘવાયેલા યુવાનનું થયું મૃત્યુ

દ્વારકા તા. ૧ઃ દ્વારકાના નવી હવેલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટર અથડાઈ પડતા તેમાં બેસેલા ત્રણ યુવાનો પૈકી એકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે જયારે ઘવાયેલા બાકીના બેને ખંભાળીયા દવાખાને ખસેડવામાં આવ્યા છે. દ્વારકા શહેરના નવી હવેલી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે દ્વારકાના જ જયદી૫ અમરસંગ માણેક પોતાની જીજે-૧-એઆર-૫૯૪ નંબરની મોટરમાં યોગેશ નવીનચંદ્ર વ્યાસ (રહે. ધોરાજી વાળા), ભરત માણેક સાથે પસાર થતા હતા ત્યારે કોઈ કારણથી તે મોટર સર્કલમાં અથડાઈ પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયદીપ, ભરત તથા યોગેશ વ્યાસને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ખંભાળીયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ ગંભીર ઈજા પામેલા યોગેશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. બાકીના બે ઈજાગ્રસ્તને ખંભાળીયા દવાખાને લઈ જવામાં આવ્યા છે. પોલીસે મોટરના ચાલક જયદીપ સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit