| | |

મંત્રી મહોદયને માસ્કમાંથી મુક્તિ?!

ભૂજ તા. ર૩ઃ કોરોનાના કારણે માસ્ક પહેરવું ફરજિયાત છે અને નહીં પહેરનારને રૃા. ર૦૦ નો દંડ થાય છે, પરંતુ સોશ્યલ મીડિયા અને મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોઈ સરકારી કાર્યક્રમમાં કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ રાજ્ય સરકારના મંત્રી વાસણભાઈ આહિર માસ્ક વગર જ દેખાઈ રહ્યા છે, તેથી સવાલ એ ઊઠ્યો છે કે, શું સરકારના મંત્રીને માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી છે? સામાન્ય નાગરિકને રૃા. ર૦૦ દંડ થાય, તો વાસણભાઈ આહિરને સ્થળ પર જ તત્કાળ દંડ કેમ ન ફટકારાયો? નવાઈની વાત તો એ છે કે મંત્રી મહોદયે આગમન વખતે મીડિયાને જોઈને થોડો સમય મોઢું ઢાક્યું, અને પછી એ જ કાર્યક્રમમાં માસ્ક વગર તદ્ન ખુલ્લા મોઢે ફરતા જોવા મળ્યા હતાં. આવો દંભ કરવા ભાજપના નેતાઓ ટેવાયેલા છે, તેથી ટીકા પણ થઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit