છેલ્લા દસ દિવસમાં સાંઈઠ પોઝિટિવ કેસ

હડિયાણા તા. ૭ઃ જોડિયા તાલુકાના હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નવ પેટા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા દસ દિવસમાં કોરોનાના ૬૦ પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ચિંતા ફેલાઈ છે

હડિયાણા પ્રા. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અભિષેક મોરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા રસીકરણ, કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા, તપાસણી કરવી, ઘરે-ઘરે દવા વિતરણ વિગેરે કામગીરી ચાલી રહી છે. આ કેન્દ્રના બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

જાંબુડામાં રસીકરણ                        

જાંબુડાના સીએસસીમાં ૪પ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વિરોધી રસી મૂકવામાં આવી રહી છે. આ કેન્દ્રના ડો. અક્ષય પટેલ, ડો. હેતલબેન આહિર તથા સ્ટાફ વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit