કોવિડ વિજય રથનો સંકલ્પ, માસ્કના ઉપયોગની જાગૃતિ અને સામાજિક અંતરના પ્રયોગને મળી રહ્યો છે લોકોનો સહયોગ

બે ગજનું અંતર, માસ્કની અનિવાર્યતા, વારંવાર સાબુથી હાથ કેવી રીતે સાફ કરવા તેની સંપૂર્ણ સમજ, કેન્દ્ર સરકારના તાજેતરનાં ઐતિહાસિક નિર્ણયો જેવા કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના તથા માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી જેવાં નિર્ણયોની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણનું મહત્વ, કુપોષણ એટલે શું?, બાળકના શરૃઆતના ૧૦૦૦ દિવસની કાળજી જેવી અગત્યની જાણકારીગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ  દ્વારા રાજ્યમાંકોવિડ વિજય રથ અભિયાન ચાલી રહ્યું છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને દરેક રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર ૪ કલાકારો પોતાની વિવિધ કળા જેવીકે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે.

આજે નવમાં દિવસે વિજય રથની કૂચ રાજ્યના આદિવાસી જિલ્લા નર્મદામાં પહોંચી હતી અને નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રથનું સ્વાગત કરી લીલીઝંડી આપી ગામમાં પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રતાપનગર ગામથી નીકળી આજુબાજુના ગામ પ્રતાપનગર, ધારીખેડા, કુમશગામ, આમલેથા અને તરોપામાં લોકોમાં કોરોના અંગેની જન જાગૃતિ ફેલાવવા કલાકારો દ્વારા ગીત સંગીત અને ડાયરા દ્વારા સાદી ભાષામાં સામાજિક અંતર અને માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ રથના સ્વાગતમાં જિલ્લ્લાના નાયબ આરોગ્ય અધિકારી વિપુલભાઈ ગામીત તથા બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન અને આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી કોવિડની મહામારીથી બચવા જરૃરી પ ગલાં લેવા સમજાવ્યા હતા. જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી વિપુલ ગામીતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આગામી ત્રણ દિવસ આ રથ ફરશે અને જિલ્લાના પાંચેય તાલુકાના લોકોમાં કોરોના અંગે જન જાગૃતિ ફેલાવશે, જયારે સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ એ જણાવ્યું કે, આ રથ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ કરેલ સંકલ્પ દ્વારા કોરોનાને હરાવીશું. ગામના લોકોએ જણાવ્યું કે, આ રથ દ્વારા અમને કોરોનાથી કેવીરીતે બચવું તેની સરળ ભાષામાં માહિતી મળી છે.

આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી એચ. ડી. જાડેજાએ વિજય રથને લીલીઝંડી આપી હતી. સમગ્ર દિવસ દરમિયાન રથધોરાજી શહેર વિસ્તારોમાં ૬૦ કિલોમીટર ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્ત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં મામલતદાર શ્રી ડી. એમ. પરમાર સાહેબે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જીલવણા ગામ, સમી મુખ્ય બજાર, વોરાવાસવણકર વાસ, જૂનું બસ સ્ટેન્ડ, દેવીપૂજક વાસ, એ.પી.એમ.સી, સોમનાથ સોસાયટી, ઈન્દિરા નગર જેવા શહેરી તેમજ જીલવાણા, કઠીવાડા, સરવાલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંહોમિયોપેથીક અને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોષણના મહત્ત્વની અને કોરોના જાગૃતિ સંદેશની સ્ટેન્ડી મૂકી લોકોને એના વિશે માહિતગાર કર્યા હતા. કોવિડ વિજય રથની સફળ યાત્રાના સકારાત્મક પ્રતિભાવો પણ લોકો એ આપ્યા હતા.

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકા ગુંદાળા ગામના સરપંચ શ્રીએકોવિડ વિજય રથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે અને શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી રાકેશભાઈ મકવાણાએ રથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.  સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ મહીઇન્તાડી ગામ, રોઝવા ગામ, પરબીયા ગામ, વનોડા ગામ, કુણી ગામના લોકોમાં કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ ૫ાંચ રથો પ્રતિદિન ૬૦ કિ.મી.ના વિસ્તારમાં ફરી રહ્યા છે અને કોવિડ-૧૯ જાગૃકતા અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit