કામ વગર રખડતા તેંત્રીસ સહિત પાંત્રીસ શખ્સોની અટકાયત કરી લેતી એલસીબી

જામનગર તા. ર૬ઃ જામનગરની સ્થાનીક ગુન્હાશોધક શાખાએ ગઈકાલે જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ૩૩ શખ્સોને કામ વગર રખડતા પકડી પાડયા છે. જ્યારે દરજીની દુકાન તેમજ ફુલહાર વહેંચતા બે શખ્સની પણ અટકાયત કરી લીધી છે.

જામનગરના તમામ વિસ્તારોમાં લોક ડાઉનની કડક અમલવારી કરાવવા માટે વહીવટી તંત્ર તથા પોલીસ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે જામનગરની સ્થાનિક ગુન્હા શોધ શાખાએ જીલ્લા કલેકટરના સીઆરપીસી ૧૪૪ હેઠળના જાહેરનામાના ભંગ કરતા શખ્સો સામે કડક કામગીરી કરી હતી.

જામનગના રામેશ્વરનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલે એસ.પી. શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોબે એ.એસ.પી. સફીન હશન તેમજ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. આર.બી. ગોજીયા તથા સ્ટાફની ટુકડીએ રામેશ્વરનગર વાળા મયુરસિંહ નરેન્દ્રસિંહ વાઢેર, જતીન મનહરલાલ સિંધી, સરફરાજ કાદર મકરાણી, જયેશ મનુભાઈ કોળી, કિશોર ગોરધનભાઈ મકવાણા, વિપુલ નારણદાસ દત્તાણી, પટેલ કોલોની વાળા વિકેશ દિલીપભાઈ ચાવડા, ભરત જશવંતભાઈ ગોસાઈ, મહિપાલસિંહ ગંભીરસિંહ જાડેજા,દિલીપ ભુરાભાઈ સુરાણી, ધરારનગરવાળા રિઝવાન તાલબ ભાયા, રાધાકાન્ત પ્રાણકિશન, જીવાપરવાળા જીતેન્દ્ર કેશવજી પરમાર, નંદનવન પાર્કવાળા વિનય મનોજભાઈ બુદ્ધદેવ, ભટ્ટફળી વાળા હિતેશ ગજાનંદભાઈ પંડયા, મહર્શી ભરતભાઈ સોલંકી, આમદ ઓસમાણ ગરાણા, મિહિર સુભાષભાઈ ઘેડીયા, પરેશ રસીકભાઈ મકવાણા, સોયબ રફીકભાઈ સમા, નવાગામ ઘેડવાળા કરણ કિશોરભાઈ આહીર, ચિરાગ ધીરજલાલ રાઠોડ, બેડીવાળા જાવીદ ઉમરભાઈ સાઈચા, દિલાવર સલીમ પાલાણી, સંજય જગદીશભાઈ રાઠોડ, ક્રિપાલસિંહ શિવુભા પરમાર, ધરમેન્દ્ર કિશોરભાઈ ચૌહાણ, હંસરાજભાઈ કાંતીભાઈ વસીયર, મોહસીન જુસબ પીંજારા, અમીન અલીમામદ પીંજારા, અમીન અલીમામદ પીંજારા, જસ્મીન જયેશભાઈ દરજી, શાહનવાઝ સબ્બીર સાહમદાર, જયદીપ શૈલેષભાઈ કંસારા અને ચંદ્રેશ થાવરદાસ સિંધી નામના ૩પ શખ્સની જાહેરનામાના ભંગ કરવા અંગે અટકાયત કરી છે. 

close
Nobat Subscription