Advertisement

રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીઃ જામનગરમાં ૭૦.૬૦% મતદાન

જામનગર તા. ૨૭ઃ રાજ્ય શિક્ષણ બોર્ડની સાત બેઠકો માટે ગત શનિવારે મતદાન થયું હતું. જેમાં જામનગરમાં ૭૦.૬૦ ટકા મતદાન નોંધાયું હતું હવે આવતીકાલે તા.૨૮ના મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

શિક્ષણ બોર્ડ ગાંધીનગરની કુલ નવ બેઠકોમાંથી બે બેઠકો બીએડ (પ્રિન્સીપાલની બેઠક ઉપર ડો. નિદત બારોટ (રાજકોટ) અને સરકારી શિક્ષકની બેઠક ઉપર વિજય ખટાણા (ભાવનગર) બિન હરીફ થવા પામી હતી. જ્યારે અન્ય સાત બેઠકો આચાર્ય, સંચાલક, ઉતર બુનિયાદી, માધ્યમિક, વહીવટી, ઉચ્ચ માધ્યમિક અને વાલી મંડળ વિભાગની બેઠક માટે ગત શનિવારે મતદાન થયું હતું. જેમાં જામનગરમાં કુલ ૧૦૭૮ મતદારોમાંથી ૭૬૧ મત પડ્યા હતાં. એટલે કે ૭૦.૬૦ ટકા મતદાન થયું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit