વેપારી પુત્રને રિવોલ્વરની અણીએ ધમકી આપનાર આરોપીની જામીન અરજી રદ

જામનગર તા. ૨૩ઃ જામનગરના જાણીતા વેપારીના પુત્રને રિવોલ્વરની અણીએ ધમણી આપી રૃા. એક કરોડની ખંડણી માંગનાર આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

જામનગરમાં જય કો.-ઓ. સોસાયટીમાં રહેતા અને બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ જમનાદાસ પાબારીએ પોતાના પુત્ર જય પાબારીને ખંભાળીય ધોરીમાર્ગ પર આરટીઓ ચેક પોસ્ટ નજીક વનરાજસિંહ વાળા તથા અન્ય બે શખ્સે રોકી મોટરનો કાચ તોડી જયના ગળામાંથી રૃા. એકાદ લાખના સોનાના ચેઈન, રોકડ રકમ, દસ્તાવેજો લૂટી લીધાની તેમજ તે પછી સમાધાનના બહાને મોટી રકમ મેળવી લીધાની અને ગઈ તા. ૧-૭-૧૯ના દિને રિવોલ્વર બતાવી જયને રૃા. એક કરોડની ખંડણી માંગી વનરાજસિંહ તથા અન્ય ત્રણે ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. આ બાબતે ૫ોલીસે આર્મ્સ એક્ટ, મની લેન્ડ એકટ વિગેરે કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. ત્યારપછી મુખ્ય આરોપી વનરાજસિંહ વાળાએ જામીનમુક્ત થવા અરજી કરી હતી તેની સામે એડીપીપી ધર્મેન્દ્ર જીવરાજાણીએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી એડી. સેશન્સ જજ ટી.આર. દેસાઈએ આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit