દ્વારકામાં જુગાર રમતાં બે ઝબ્બે

જામનગર તા. ૧૦ઃ દ્વારકામાં બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતાં બે શખ્સને પોલીસે પકડી પાડયા છે.

દ્વારકાના બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે બપોરે બે શખ્સ ચલણી નોટના નંબર પર એકી-બેકી બોલી જુગાર રમતાં હોવાની બાતમી મળતાં ધસી ગયેલા દ્વારકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બે શખ્સની અટકાયત કરી હતી.

ત્યાંથી દ્વારકા તાલુકાના ગોરીંજા ગામનો જાડુભા ખેરાજભા માણેક તથા આવળપરાનો રામશીભા જગાભા માણેક મળી આવ્યા હતાં. આ શખ્સો ચલણી નોટના નંબર પર એકી-બેકી બોલી પૈસાની હારજીત કરતાં હતાં. પોલીસે રૃપિયા ૧૦૬૦ રોકડા કબ્જે કરી બન્નેની અટકાયત કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit