Advertisement

જામનગરના નિવૃત્ત પોલીસકર્મીએ નોંધાવી દસ લાખના ચેક પરતની રાવ

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ જામનગર પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઈજનેરની ફરજ બજાવતા અધિકારી સામે અદાલતમાં રૃપિયા દસ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. પોલીસકર્મીએ પોતાના મિત્રના આ પુત્રને સંબંધદાવે રકમ આપ્યા પછી ચેક મેળવ્યો હતો. તે ચેક આપી નાયબ ઈજનેરે બેંક ખાતું જ બંધ કરાવી દીધું હતું.

જામનગરમાં રહેતા નિવૃત્ત ૫ોલીસ કર્મચારી વાલજીભાઈ રાજાભાઈ ચાવડાના મિત્ર હર્ષદભાઈ શાહના પુત્ર નિરવભાઈ કે જેઓ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓની સાથે મિત્રતા ઉપરાંત પારિવારિક સંબંધ હતો તે દરમ્યાન નિરવે પોતાના પિતાના મિત્ર વાલજીભાઈ ચાવડાને પોતાની લોન ભરપાઈ કરવા થોડાં સમય માટે રૃપિયા ૧૦ લાખ આપવાની વિનંતી કરતા તેને મદદરૃપ થવાના આશયથી નિવૃત્ત પોલીસકર્મી વાલજીભાઈએ પોતાની નિવૃત્તિ પછી આવેલી રકમમાંંથી નિરવ શાહને તેના બેંકખાતામાં રૃપિયા દસ લાખની રકમ ટ્રાન્સફર કરી આપી હતી. તે રકમની ચૂકવણી માટે નિરવે ચેક આપ્યો હતો. ઉપરોકત ચેક નિયત મુદ્દતે વાલજીભાઈએ પોતાના બેન્ક ખાતામાં જમા કરાવતા ચેકવાળું બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે તેવા શેરા સાથે ચેક પરત ફર્યો હતો. તેથી કાયદા મુજબ નિરવને નોટીસ પાઠવવામાં આવી હતી. તેનો જવાબ કે લેણી રકમ ચૂકવવામાં આવી ન હતી. તેથી વાલજીભાઈ ચાવડાએ અદાલતમાં નિરવ શાહ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા રોકાયા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit