પીએમ કેર્સ ફંડમાંથી જી.જી. હોસ્પિટલને પચ્ચાસ નંગ વેન્ટીલેટરની ફાળવણીને સાંસદ પૂનમબેનનો આવકાર

જામનગર તા. ૪ઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ, કોવિડ-૧૯ હોસ્પિટલ માટે પીએમ કેર્સ ફંડમાંથી પચ્ચાસ નંગ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યાં છે.

સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ ની મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજ્જ થઈ રહ્યું છે, તેમજ આ સજ્જતાના ભાગરૃપે પી.એમ. કેર્સ ફંડમાંથી મહત્ત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૃપે રાષ્ટ્રભરમાં જ્યાં-જ્યાં ગંભીર પરિસ્થિતિ હોય, અને તાતી જરૃરિયાત હોય તે પૂરી કરવા વડાપ્રધાનના આદેશનુસાર સંપૂર્ણ સેવાઓ પૂરી પાડીને રાષ્ટ્રના જન જનના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે.

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં જામનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જી.જી. હોસ્પિટલને કોરોના સામેના જંગમાં વધુ સજ્જ કરવા માટે અને દર્દીઓના હિત માટે પી.એમ. કેર્સ ફંડમાંથી પ૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૃરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાનનો આભાર માન્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit