Advertisement

ભારતને મોર્ડનાની રસી વર્ષ ર૦રર માં જ મળી શકશેઃ ફાઈઝર સાથે વાટાઘાટો શરૃ

વર્ષ ર૦ર૧ માં બુકીંગ ફૂલ થઈ જતાં

નવી દિલ્હી તા. ર૪ઃ ભારતને વર્ષ ર૦રર પહેલા મોર્ડનાની રસી નહીં મળી શકે, કારણ કે વર્ષ ર૦ર૧ સુધી કંપનીની તમામ રસીનું બુકીંગ થઈ ચૂક્યું છે. તેથી તે પછી ભારતને વર્ષ ર૦રર માં આ રસી મળી શકશે.કેન્દ્ર સરકારે ફાઈઝર સાથે આ વાટાઘાટો શરૃ કરી હોવાનું જાણવા મળે છે.

દેશના અનેક રાજ્યોમાં હાલના સમયે કોરોનાની રસીની અછત છે. રસીની અછતના કારણે રાજ્ય સરકારોએ અનેક વાર રસીકરણ સેન્ટર બંધ કરવા મજબૂર બની હતી. આ દરમિયાન સમાચાર છે કે ભારતમાં અમેરિકન રસી મોર્ડના માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. હકીકતમાં વર્ષ ર૦ર૧ સુધી કંપનીની તમામ રસીની બુકીંગ થઈ ચૂકી છે. જેથી વર્ષ ર૦રર પહેલા ભારતને મોર્ડનાની રસીનો સપ્લાય મળવો મુશ્કેલ છે. ઉલ્લેખનિય છે કે, સરકારે વિદેશી કંપનીઓ પાસેથી રસીની ખરીદીને પહોંચી વળવા માટે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ની અધ્યક્ષતામાં વરિષ્ઠ અધિકારીઓની પ સભ્યોની ટીમનું ગઠન કર્યું છે. ટીમમાં વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને કાયદાના મામલાના અધિકારી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યાનુસાર રસીને લઈને મોર્ડના સાથે સરકારની વાતચીત થઈ. કંપનીએ રસીના સપ્લાયમાં રસ પણ દાખવ્યો, પરંતુ રસીનો ઓર્ડર વર્ષ ર૦ર૧ માટે સંપૂર્ણ રીતે બૂક થઈ ચૂક્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મોર્ડનાએ ભારતમાં રસીના ઉત્પાદન માટે રસ દાખવ્યો. આવતા વર્ષ સુધીમાં રસી મળી જશે. હાલમાં ભારતમાં ૩ રસી લાગી રહી છે. જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક છે.

અત્યાર સુધીમાં દેશમાં ૪ર કરોડથી વધારે લોકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. સમગ્ર વયસ્ક વસતિના રસીકરણ માટે આ વર્ષના અંત સુધીમાં ૧.પ બિલિયન ડોઝની જરૃર છે. સરકારનું કહેવું છે કે, વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને રસી લાગી જશે. ફાઈઝરની રસીને ૯૬ દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ચૂકી છે, જ્યારે મોર્ડનાની રસી ૬૩ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. ફાઈઝરની સાથે પણ ભારત સરકાર વાતચીત કરી રહી છે, પણ ડોઝ ક્યાં સુધીમાં મળશે તે હજુ કહી શકાય નહીં. ઉલ્લેખનિય છે કે, મોર્ડના અને ફાઈઝર બન્ને કોરોનાના જુના વેરિએન્ટ પર ૯પ ટકા અસરકારક છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit