જામનગર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ

જામનગર તા. ૧૬ઃ જામનગર તાલુકા પંચાયતની ગત્ ૧૪ ઓગસ્ટે યોજાયેલી સામાન્ય સભામાં સ્વભંડોળની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પંચાયતના સભ્યોના મતવિસ્તારમાં વિવિધ કાર્યો માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાં ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસી સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકા પંચાયતના કુલ ર૬ સભ્યોમાંથી ૧૪ ભાજપના, ૧૧ કોંગ્રેસના છે તથા એક અપક્ષ છે. ભાજપના સભ્યોના મતવિસ્તારોમાં છૂટથી ગ્રાન્ટ આપી કોંગ્રેસી સભ્યોના મતવિસ્તારોમાં ખૂબ ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસી સભ્યો કરી રહ્યા છે. મોરકંડા જેવા ગ્રામ્ય વિસ્તાર માટે ૪૦ લાખની ગ્રાન્ટ તથા ખાવડીના ગ્રામ્ય વિસ્તારમાં પ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું તથા દિગ્વિજયગ્રામ વિસ્તારમાં પણ માત્ર ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવાઈ હોવાના મુદ્દે કોંગ્રેસી સભ્યો ગ્રાન્ટ ફાળવણીમાં કોંગ્રેસી સભ્યોના વિસ્તારને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

તા. ૧૪-૮-ર૦ર૦ ના મળેલ સામાનય સભામાં તાલુકા પંચાયતની સ્વભંડોળની પડેલી ગ્રાન્ટ આશરે ૯,૦૦,૦૦,૦૦૦ (નવ કરોડ) ની ગ્રામ્ય લેવલના કામો ફાળવવા માટે મળેલ હતી જે મિટિંગ ર૦ મિનિટમાં પૂરી કરી મંજુર કરેલ કામોની કોપી આપવામાં આવીન હોવાનો તથા લાગતા વળગતા મળતિયાઓને બોલાવીને સાથે ટકાવારીનું સેટીંગ કરીને કરોડો રૃપિયાના કામો તા. ૩૦-૮-ર૦ર૦ સુધીમાં સરપંચોના લેટરપેડો પર સૂચવી લીધા હોવાનો આરોપ લગાવાયો છે. આ કામોમાં મેટલ રોડ (એપ્રોચ રોડ) રૃા. ૧૬૦ લાખના કામો લીધા છે. જે ખરેખર સરકારી નિયમ અનુસાર લઈ શકાતા નથી. જિલ્લા પંચાયતના તા. ૩-૭-ર૦ર૦ ની મિટિંગમાં મેટલ રોડના કામો મંજુર કરેલ તે પણ રદ્ કરવામાં આવ્યા છે. તો તાલુકાપંચાયતમાં કેમ લેવામાં આવ્યા અને સી.સી. ટી.વી. સિસ્ટમના કામો પેટે આશરે રૃપિયા ૧૬પ લખના કામો લીધા છે તેમાં પણ સેટીંગ થયું હોવાનો આક્ષેપ થયો છે. આ સ્ટેમ્પ ડ્યુટીની રૃપિયા ૯ કરોડની ગ્રાન્ટ તમામ સદસ્યશ્રીને વિસ્તારમાં સરખે હિસ્સે ફાળવવાની માંગ સાથે પ્રજાના વિકાસ કામો માટે રાજકારણ વચ્ચે ન લાવવાની માંગ કરી છે.

તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. ડગરા આ કામો લેવાની નાપાડતા હતાં તો તેની રાતોરાત ધ્રોળમાં બદલી કરી નાંખવામાં આવી હોવાનોપણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જામનગર તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યો દ્વારા ગ્રાન્ટની વર્તમાન ફાળવણી રદ્ કરી ગામ અનુસાર તમામ સભ્યોને સરખે ભાગે રકમ ફાળવવા પૂનઃવ્યવસ્થા કરવા માટે ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit