Advertisement

ચૂંટણી પ્રચાર માટે દેશના ૧૮ રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં રૃા. ૬પ૦૦ કરોડ ખર્ચી નાખ્યા!

ફેક્ટ-ચેકરનું એનાલિસિસઃ ભાજપે ૩૪૦૦ કરોડ અને કોંગ્રેસે ૧પ૦૦ કરોડ ખર્ચ્યાઃ

નવી દિલ્હી તા. ૧૩ઃ પાંચ વર્ષમાં ભાજપે ચૂંટણી પાછળ ૩૪૦૦ કરોડ અને કોંગ્રેસે ૧૪૦૦ કરોડ રૃપિયા ખર્ચયા છે. દેશની સાત રાષ્ટ્રીય અને ૧૧ પ્રાદેશિક પાર્ટીઓએ આ સમયગાળામાં ચૂંટણી પ્રચાર ૬પ૦૦ કરોડનો સત્તાવાર ખર્ચકર્યો છે. દેશની બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના ૭૭ ટકા નાણા વાપર્યા છે. ચૂંટણીની પબ્લિસિટી પાછળ ભાજપે ર૦૦૦ કરોડ વાપર્યા છે.

ભારતની ૧૮ રાજકીય પાર્ટીઓએ પાંચ વર્ષમાં ચૂંટણી પાછળ સત્તાવાર ૬પ૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે જે પૈકી એકમાત્ર ભાજપે કુલ ખર્ચના પર.પ ટકા એટલે કે ૩૪૦૦ કરોડ રૃપિયા ખર્ચી નાખ્યા છે. આ ખર્ચ સાત રાષ્ટ્રીય અને ૧૧ પ્રાદેશિક પાર્ટીઓએ કર્યો છે. ર૦૧પ થી ર૦ર૦ દરમિયાન દેશમાં આવેલી ચૂંટણીઓમાં આ ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રાજકીય પાર્ટીઓના ખર્ચના વાર્ષિક ઓડીટ રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. જો કે આ આંકડો સત્તાવાર છે, પરંતુ બિનસત્તાવાળ અને નહીં નોંધાયેલા ખર્ચના આંકડા મૂળ રકમ કરતા ચારગણા હોઈ શકે છે. ફેક્ટ ચેકરના એનાલિસિસ રિપોર્ટમાં જણાવ્યું છે કે, સાત રાષ્ટ્રીય પાર્ટીમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, એનસીપી, સીપીઆઈ, સીપીએમ અને ટીએમસીનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાદેશિક પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ, જનતા દળ યુનાઈટેડ, જનતદાળ સેક્યુલર, અકાલી દળ, એઆઈએડીએમકે, ડીએમકે, શિવસેના, લોક જનશક્તિ પાર્ટી, વાઈએસઆર કોંગ્રેસ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતાદળ સામેલ છે.

આ રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં આવેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ ખર્ચ કર્યો છે. કુલ ખર્ચના ૩૬૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ એકલા ભાજપે કર્યો છે. મતલબ એ થયો કેદેશની તમામ પાર્ટીઓમાં સૌથી શક્તિશાળી અને મજબૂત પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે. કોંગ્રેસે કુલ ખર્ચના ર૧.૪૧ ટકા એટલેકે ૧૪૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. દેશની કુલ ૧૮ પાર્ટીઓ પૈકી બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના ૭૭ ટકા ખર્ચ કર્યો છે.

સમાજવાદી પાર્ટીએ ૩.૯પ ટકા, ડીએમકે એ ૩.૦૬ ટકા, વાયએસઆર કોંગ્રેસે ર.૧૭ ટકા, બીએસપીએ ર.૦૪ ટકા અને ટીએમસીએ ૧.૮૩ ટકાનો ખર્ચ કર્યો છે. પાંચ વર્ષમાં ભાજપે પોતાના કુલ ખર્ચમાંથી એડવાર્ટાઈઝમેન્ટ અને પબ્લિસિટી પાછળ ર૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ઉમેદવારોને આર્થિક મદદ કરવા પાર્ટીએ ૧૧.રપ ટકા ખર્ચ કર્યો છે. મોરચા, રેલી અને ચૂંટણી દરમિયાન યાત્રાઓ પાછળ ૧૭.૪૭ ટકા ખર્ચ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં બહુમત સાથે સત્તામાં આવનારી ટીએમસીએ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પાછળ ૧પ૪.ર૮ કરોડનો સત્તાવાર ખર્ચ કર્યો છે, જો કે ભાજપે આ રાજ્યમાં કેટલો ખર્ચ કર્યો છે તેના આંકડા હજી પૂરા પાડવામાં આવ્યા નથી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit