Advertisement

પુરૃષ હોકીમાં ભારતે ચેમ્પિયન આર્જેન્ટિનાને ૩-૧ થી હરાવ્યું

ઓલિમ્પિકમાં ઈન્ડિયનોની આગેકૂચઃ

નવી દિલ્હી તા. ૧૧ઃ પુરૃષ હોકીમાં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન આર્જેન્ટિયાને હરાવ્યું છે. ર૦૧૬ રિયો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનારી આર્જેન્ટીના સામે ભારતીય ટીમે ૩-૧ થી વિજય મેળવ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકના ૭માં દિવસે આજે ભારતીય ટીમ પોતાની શરુઆત નૌકાયનથી કરશે. જે બાદ શૂટિંગમાં ૨૫ મીટર એર પિસ્ટલના મહિલા રાઉન્ડમાં રાહી સોરનોબાત અને મનુ ભાખર પોતાનો દમ દેખડશે. આ ગેમની શરુઆત ભારતીય સમય પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યે થઈ હતી. જ્યારે ભારતીય સમય પ્રમાણે આજે સવારે ૬ વાગ્યે શરું થયેલી પૂલ એની ભારત આર્જેન્ટીના વચ્ચેની પુરુષ હોકી મેચમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને ૩-૧થી હરાવ્યું છે.

આર્જેન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન આગળ પોતાને લાચાર અનુભવી રહી હતી. ભારતીય પુરુષ હોકી ટીમએ ઓલમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની ચોથી મેચમાં ૨૦૧૬ રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાની ટીમને ૩-૧થી મ્હાત આપી. ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે.

ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં ૩૦ જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે.

આ જીતની સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ-એમાં ૯ પોઇન્ટની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાએ તમામ ૪ મેચ જીતી છે અને ૧૨ પોઇન્ટની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને ત્રણેય ટીમ ૪-૪ મેચ બાદ ૪-૪ પોઇન્ટ છે. પરંતુ ગોલ સરેરાશના આધાર પર સ્પેન ત્રીજા નંબરે, ન્યૂઝીલેન્ડ ચોથા અને આર્જેન્ટિનાની ટીમ પાંચમા સ્થાન પર છે. મેજબાન જાપાનના ૪ મેચમાં ૧ પોઇન્ટ છે. ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી.

બીજી તરફ સિંધુ પણ ગેમમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તેણે હજુ સુધી એક પણ ગેમ હારી નથી. સિંધુએ પહેલી ગેમ ૨૧-૧૫થી જીતી હતી જ્યારે બીજી ગેમ તેણે ૨૧-૧૩થી જીતી છે. આ સાથે સિંધુ મેડલની વધુ નજીક આવી છે.

પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૃઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે ૧૧-૬થી આગળ હતી. ત્યારબાદ સ્કોર ૧૩-૧૧ થઈ ગયો. બાદમાં ૧૬-૧૨ સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર ૧૬-૧૫ થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ ૨૧-૧૫થી જીતી લીધી. આ ગેમ ૨૨ મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી ૧૪ શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે. પીવી સિંધુની આ સતત ત્રીજી જીત છે.

સિંધુનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સાથે થઈ શકે છે. છેલ્લા બે ઓલમ્પિકની વાત કરીએ તો બેડમિન્ટનમાં ભારતને મેડલ મળ્યા છે. ૨૦૧૨માં સાઇના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બેડમિન્ટનના ઈતિહાસમાં ઓલમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. ટોક્યો ઓલમ્પિકની વાત કરીએ તો ભારતને અત્યાર સુધી માત્ર એક મેડલ મળ્યો છે. મહિલા વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit