જામનગરના ૬ ગાર્ડનમાં સામાન્ય કામો માટે થશે રૃપિયા ૧૩૭ લાખનું આંધણ

જામનગર તા. ૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના છ ગાર્ડનમાં ઘનિષ્ઠ વનિકરણ માટે પ્રાથમિક સુવિધા ઊભી કરવા માટે ૧૩૯ લાખનો ખર્ચ કરવામાં આવશે. એટલે કે પ્રત્યેક ગાર્ડનમાં આશરે ર૩ લાખનો ખર્ચ કરવામાં આવશે.

જામનગરના કુલ છ ગાર્ડનમાં ઘનિષ્ઠ વનિકરણ કરવામાં આવશે. આ કામ સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવશે, પરંતુ આ તમામ છ ગાર્ડનમાં પ્રાથમિક સુવિધાઓ મહાનગર પાલિકાએ આપવાની હોવાથી રૃપિયા ૧૩૭ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે, એટલે કે પ્રત્યેક ગાર્ડન માટે આશરે ર૩ લાખનું ખર્ચ કરવામાં આવશે. તેમાં ફેન્સીંગ કરવી, પાણીનો બોર બનાવી આપવો, સિક્યોરીટી કેબિન અને લેવલીંગ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આમ એક ગાર્ડનમાં ફક્ત નાના કદની કામગીરી પાછળ ર૩ લાખનો ખર્ચ ખૂબ જ વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit