માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૪૬૦૬ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૯૦.૮૦ સામે ૪૮૮૯૮.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૪૮૬.૮૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૩.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૫૨૦.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૧૦.૦૫ સામે ૧૪૭૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૫૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૯૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૫૬.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૪૭૩૬૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૪૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૩૪૩ ના નીચા મથાળે નોંધાવી ૪૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૩૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૭૦૩૫૫ ના મથાળેથી ખુલીને રૂ.૭૦૪૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૦૩૩૭ ના નીચા મથાળે નોંધાવી ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૭૦૪૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...  વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં સાઈબર હુમલાની દુર્ઘટના અને બીજી તરફ વૈશ્વિક બજારો અત્યંત ઓવર લિવરેજમાં હોવાના મોટા જોખમે અને એના પરિણામે તાઈવનના શેરબજારોમાં કડાકો બોલાઈ જવાની ઘટના સાથે દેશમાં કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર ધીમી પડયાની રાહત છતાં હજુ પોઝિટીવ કેસોની સંખ્યા સતત વધી રહી હોઈ આ મામલે દેશની હેલ્થકેર સિસ્ટમ અપર્યાપ્ત પૂરવાર થઈ રહી હોવા સાથે વેકેસિનેશનને પણ ઝડપી બનાવવું અશક્ય બની રહેતાં આ સંકટમાંથી ઝડપ બહાર આવવાનું મુશ્કેલ હોવાના સંકેતે દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ જવાના ફફડાટે આજે ઈન્ડેક્સ બેઝડ ભારે અફડા તફડી જોવા મળી હતી.

અલબત કેન્દ્ર સરકાર દ્વારા દેશના અનેક પીએસયુ-જાહેર સાહસોનું વેલ્યુએશન ઊંચું લાવીને આગામી દિવસોમાં મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ પીએસયુ મેટલ કંપનીઓ, બેંકોમાં કરવા તખ્તો ગોઠવાઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ફંડોએ પીએસયુ બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. ઈન્ડેક્સ બેઝડ સતત બીજા દિવસે બે તરફી અફડા તફડી સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી અટકીને નફારૂપી વેચવાલી પણ કરી હતી. અલબત વધનાર શેરોની સંખ્યા સાધારણ વધુ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ જોવા મળી રહી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૨૯%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૨૨% અને નેસ્ડેક ૦.૭૨% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝીક મટિરિયલ, એનર્જી, આઈટી, યુટીલીટી, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૪૧ અને વધનારની સંખ્યા ૧૩૩૨ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ગયા નાણાં વર્ષના ડિસેમ્બર તથા માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં સુધારો જોવાયા બાદ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે જુન ત્રિમાસિકમાં કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વિકાસને ફટકો પડયો છે. જુન ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટવાના અંદાજ બાદ ફરી સપ્ટેમ્બર ત્રિમાસિકથી પાટે ચડશે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. જૂન ત્રિમાસિક બાદ દેશમાં કોરોનાનો કહેર ઘટવા લાગશે તેવી આશા સાથે સંપૂર્ણ વર્ષનો આર્થિક વિકાસ દર પણ દ્વીઅંકમાં જળવાઈ રહેવાની ધારણાંને અકબંધ રાખવામાં આવી છે.

વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષના આર્થિક વિકાસ દરના દ્વીઅંકના અંદાજને ફિચ સોલ્યુશન્સ તથા એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડીને એક અંકમાં મુકાયો છે, જ્યારે એસએન્ડપીએ જાળવી રાખ્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ધીમો પડશે તો પણ ત્યારપછીના બે વર્ષમાં વિકાસ દર ઊંચો રહેશે જે તેના રાજકોષિય તથા ધિરાણ ગણિતાને ટકાવી રાખશે એમ પણ એસએન્ડપી દ્વારા મત અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરને ૧.૨૦થી ૨.૮૦%નો માર પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો છતાં સરકારની રાજકોષિય સ્થિતિ પર ખાસ ગંભીર અસર જોવા નહીં મળે.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસીસી લિમિટેડ (૧૮૮૬) ઃ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

લાર્સન એન્ડ ટુબ્રો (૧૩૮૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિંદો ફાર્મા (૧૦૧૭) ઃ રૂ.૧૦૦૯ નો પ્રથમ તેમજ રૂ.૯૯૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૩ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

રામકો સિમેન્ટ (૯૩૧) ઃ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૨૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

સન ફાર્મા (૭૦૭) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit