જી.જી. હોસ્પિટલને રૃપિયા ર૩ લાખથી વધુ કિંમતના મેડિકલ સાધનો અર્પણ

જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે જામનગર ડીસ્ટ્રીક્ટ મીનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી રૃપિયા ર૩ લાખ ૯ હજારની કિંમતના જરૃરી મેડિકલ સાધનોની ખરીદી કરીને જી.જી. હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તથા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit