Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાંઃ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પછી સમીક્ષા બેઠક

મહેસુલ સેવા સદનમાં પત્રકારોને સંબોધનઃ

જામનગર તા. ૧૪ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઈને આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે તેવા અહેવાલો હતાં. તાજા અહેવાલો મુજબ મુખ્યમંત્રીનું બપોરે બે વાગ્યાના સુમારે જામનગરમાં આગામન અને તે પછી ધુંવાવ તથા મહાપ્રભુજીની બેઠક વગેરે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પછી ત્રણ વાગ્યાના સુમારે પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથવિધિ પછી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પ્રવર્તમાન પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એક્શનમાં આવી ગયા છે. સોમવારે ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ-૧ ના ત્રીજા માળે પહોંચીને મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારપછી તેમને પહેલી મિટિંગ કરી હતી. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સમીક્ષા કરી હતી. આજે બીજા દિવસે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદના કારણે જામનગરની મુલાકાતે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, સીએમના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, એ.કે. રાકેશ, એમ.કે. દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. એટલું જ નહીં, સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ કાર્યક્રમ પહેલા જામનગર કલેક્ટરને ફોન કરીને પાણીમાં ફસાયેલા નાગરિકોને એનડીઆરએફની મદદથી સ્થળાંતર કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરીને ગુજરાતમાં એનડીઆરએફની વધારાની ટીમ મોકલવા પરામર્શ કર્યો હતો. ગૃહમંત્રીએ ભટીંડાથી ત્રણ ટીમ રાજકોટમાં, ર ટીમ જામનગર મોકલી આપવા સૂચના આપ્યાનું જાણવા મળ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit