| | |

રાવલ નગરપાલિકાના નવ સભ્યોએ પબુભા માણેકની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો ખેસ

રાવલ તા. ૯ઃ રાવલ નગરપાલિકાના નવ સભ્યોએ આવતીકાલે થનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા જ આજે દ્વારકામાં પબુભા માણેકની હાજરીમાં કેસરિયો ખેશ ધારણ કરી લેતા કોંગ્રેસમાં હડકંપ જાગ્યો છે, અને આવતીકાલે નવાજુની થશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી રાવલ નગરપાલિકા આયા રામ ગયા રામની સ્થિતિમાં રહેતી હોય, હાલ જ પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ થઈ હતી અને આગામી ૧૧ તારીખે બોર્ડ બેઠક મળે તે પહેલા જ રાવલ નગરપાલિકાના ૯ સદસ્યો આજે દ્વારકામાં પબુભા માણેકની ઓફિસ પર કેસરિયો ખેશ ધારણ કરી લેતા કોંગ્રેસમાં હડકંપ વ્યાપ્યો છે.

પાલિકાના ૧૩ માંથી ચાર સભ્યો છ માસ પહેલા અને આજે ૯ સભ્યોએ ખેસ ધારણ કર્યો હતો. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપનો ખેસ ધારણ કરતાઓને કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટી તે પસંદ આવી જતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે સામાન્ય સભા સાથે જ પ્રમુખપદની ચૂંટણી પણ થવાની છે, ત્યારે આ પક્ષાંતર થતાં રાવલ નગરપાલિકામાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit