મેહુલની માઠીઃ ભારતને પ્રત્યાર્પણનો માર્ગ મોકળો

ખોટી માહિતી આપી હોવાથી એન્ટિગુઆની નાગરિક્તા થશે રદ્ઃ

નવી દિલ્હી તા. ૧૦ઃ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્યો છે. એન્ટિગુઆના ખોટી માહિતી આપી હોવાથી તેમની નાગરિક્તા રદ્ થશે, જો કે કોર્ટનો ચૂકાદો આવે ત્યાં સુધી ત્યાંની સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે, તેમ જાહેર થયું છે.

ભાગેડુ જાહેર થયેલા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ ખુલી રહ્યો હોય તેમ જણાય છે. તે હાલ એન્ટિગુઆની કેદમાં છે. એન્ટિગુઆના માહિતી પ્રધાન મેલફોર્ડ નિકોલસે જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીએ અમારા દેશમાં નાગરિકત્વ મેળવતી વખતે ખોટી માહિતી આપી હોવાથી તેમની નાગરિક્તા રદ્ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મેહુલ ચોક્સીએ આ પ્રક્રિયાને અદાલતમાં પડકારી છે. ચોક્સીએ દાવો કર્યો હતો કે તેની સામે આરોપ નથી. એન્ટિગુઆ જો નાગરિક્તા રદ્ કરી દે તો તેને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ જાય એવી આશા છે. આ અગાઉ ડોમિનિકાના વડાપ્રધાન ઝવેલ્ટ સ્કેરિટે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી ભારતીય નાગરિક છે અને અદાલત વહેલી તકે તેના ભાવિનો ફેંસલો કરશે, જો કે કોર્ટનો ચૂકાદો આવે ત્યાં સુધી સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મેહુલ ચોક્સી સામે ભારતમાં જે કંઈ છે તેમાં અમને રસ નથી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય છીએ અને અમારી જવાબદારીઓ સમજીએ છીએ. કાયદાની મર્યાદામાં રહીને જે યોગ્ય હોય તે નિર્ણય લેવામાં આવશે.

દરમિયાન મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ બાર્બરાએ મેહુલ ક્યૂબ જવા માગતો હતો એ કબુલાત કરતા ભારતનો મેહુલ ચોક્સી ભાગી છૂટવા માગતો હોવાનો ભારતનો દાવો મજબૂત બની ગયો છે. ડોમિનિકા હાઈકોર્ટમાં ભાગેડુ હીરા-વ્યાપારી મેહુંલ ચોક્સીની જામીન અરજી અંગેની સુનાવણી કાલે થવાની છે. નીચલી કોર્ટે તેના જામીન ફગાવી દેતા મેહુલ ચોક્સીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં ચોક્સીની ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ ક્રોપસ અરજીની સુનાવણી પણ ચાલી રહી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit