Advertisement

કાલાવડ નાકા પાસેથી ઘોડીપાસા વડે જુગાર ખેલતા ત્રણ શખ્સ ઝબ્બે

અકબરશા ચોક પાસેથી વર્લીબાજની અટકાયતઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસેથી ગઈકાલે ત્રણ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતાં ઝડપાઈ ગયા છે. જ્યારે ખોજા નાકા પાસેથી એક વર્લીપ્રેમીની અટકાયત કરવામાં આવી છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસેના અકબરશા ચોકમાં ગઈકાલે સાંજે કેટલાંક શખ્સો જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતાં હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડયો હતો.

ત્યાંથી હસન બીન નાસર આરબ, રહેમાન અબ્દુલ ધ્રોલીયા, અલીમામદ સીદીક સમા નામના ત્રણ શખ્સ ઘોડી ફેંકી જુગાર રમતાં મળી આવ્યા હતા. તેઓના કબ્જામાંથી રૃા. ૭૦૦ રોકડા કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે.

જામનગરના ખોજા નાકા પાસે આવેલા હાજી પીરના ચોકમાં ગઈકાલે બપોરે વર્લીના આંકડા લખતા મોએઝઅલી પ્યારઅલી ખોજા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધને પોલીસે પકડી લઈ રૃા. ૬૩૦ની રોકડ કબ્જે કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit