Advertisement

જામનગરની કોવિડ હોસ્પિટલમાં ર૪ કલાકમાં કોરોનાએ લીધો ૭ર નો ભોગઃ ૭૧ર નવા કેસ

મૃત્યુદર, સંક્રમણનો દર યથાવત્ઃ રાહત નહીંઃ

જામનગર તા. ૪ઃ જામનગરમાં કોરોનાનું કાળચક્ર યથાવત્ રીતે ભમી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં ૭ર દર્દીઓના કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા છે, તો ગઈકાલે ૭૧ર પોઝિટિવ કેસ નોંધાયા હતાં. એટલે કે મૃત્યુદર અને નવા કેસનો દર યથાવત્ રીતે હજુ પણ ઊંચો જળવાયો છે, જો કે રિકવરી રેઈટ પણ સારો છે. ગઈકાલે ૪૪૧ દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતાં.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં હજુ પણ દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં કોઈ રાહત જોવા મળતી નથી. આજે સવારે પુરા થતાં ર૪ કલાકમાં વધુ ૭ર દર્દીઓના મૃત્યુ થયા હતાં, જ્યારે ગઈકાલે શહેરી વિસ્તારમાં ૩૯૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૧૯ મળી કુલ ૭૧ર પોઝિટિવ કેસ નોંધાયા હતાં. એટલે કે નવા કેસમાં પણ ઘટાડાના અણસાર જોવા મળ્યા નથી, જ્યારે શહેર વિસ્તારમાં ૩૦પ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૬ મળી કુલ ૪૪૧ દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતાં, જે સારી બાબત ગણાવી શકાય, જો કે, ૭ર મૃત્યુમાંથી સત્તાવાર રીતે તો માત્ર પાંચ મત્યુ કેસ જાહેર કરવામાં આવ્યા છે.

ગઈકાલ સાંજ સુધીમાં શહેરી વિસ્તારમાં ૩,૩૭,પ૦૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ર,પર,૩૯૬ મળી જિલ્લાના કુલ પ,પ૮,૯૦૦ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાંથી શહેર વિસ્તારના ૧૬,૧૮ર અને ગ્રામ્ય વિસ્તારના ૮૩૯૪ મળી જિલ્લામાં કુલ ર૩,પ૭૬ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અતયાર સુધીમાં કોવિડ હોસ્પિટલમાં મૃત્યુનો કુલ આંક ર૯૭૩ નો થયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit