જામનગરમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્તઃ મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી

જામનગર તા. ૪ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. જનતા અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી.

જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે જનતાએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાથી લોકો પરશેવે રેબઝેબ બની ગયા હતાં. રસોઈ બનાવતી વખતે ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન આંશિક વધારા સાથે ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે જનતા વરસાદની રાહ જોઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit