Advertisement

કાલાવડમાં પાણીમાં ફસાયેલા ૩૧ લોકોને બચાવતી એનડીઆરએફ ટીમ

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિ હેલાઈ હતી. સતત ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઈને લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રથમ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી છે જેમાં એરલિફ્ટ, એનડીઆરએફની ટીમ અને સ્ટેટની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ-એન.ડી.આર.એફ.ની બટાલિયન ૬ ની ટૂકડી પણ યોગદાન આપી રહી છે. જનસંપર્ક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વડોદરાની ટૂકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલાઓને ઉગારવાની કામગીરી કરી છે. આ ટૂકડીના જવાનોએ ૧૩ મહિલાઓ, ૧૧ પુરુષો અને ૭ બાળકો મળી ૩૧ લોકોને કાલાવડી નદીના પૂરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે. દળના જવાનો હાલ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit